Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

રાજયની ૧૫૬ નગરપાલિકાના વિકાસ કાર્યો માટે રૂ.૯૫ કરોડની ગ્રાન્ટની ચુકવણીઃ ડો.ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અતંર્ગત

રાજકોટ,તા.૨૮:  ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે. ત્યારે વિવિધ લોકહીતકારી યોજનાઓને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે ભાજપ સરકાર દ્વારા નકકર આયોજનો થઈ રહયા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયની ભાજપ સરકાર રાજયની વિકાસયાત્રાને નવી ઉંચાઈ આપવાના નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે. ત્યારે રાજયના મહાનગરોની સાથોસાથ નગરો અને ગામ પણ સમૃધ્ધ અને હાઈટેક બને તેવાં આશયથી રાજયની ભાજપ સરકાર તરફથી વિવિધ વિકાસકાર્યો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૫૬ નગરપાલિકાઓમાં સેનીટેશન / સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્યલક્ષી સફાઈ પ્રવૃતિ, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ સહીતના વિવિધ વિકાસલક્ષી કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પહેલા હપ્તા પેટે રૂ.૧૮૯.૫૦ કરોડ અને બીજા હપ્તા પેટે રૂ.૯૪.૭૫ કરોડ આમ કુલ રૂ.૨૮૪.૨૫ કરોડની ગ્રાન્ટની ચુકવણી કરવામાં આવી હતી.

રાજય સરકાર દ્વારા મહાનગરોની સાથોસાથ નગરો- ગામોમાં પણ વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ત્યારે આ ગ્રાન્ટના માધ્યમથી ગુજરાતના નગરો અને ગામો વિકાસની હરણફાળ ભરી રહયા છે. ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય,  પરિવહન, જાહેર સફાઈ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ઝોન, ગાંધીનગર ઝોન, વડોદરા ઝોન, સુરત ઝોન, રાજકોટ ઝોન, ભાવનગર ઝોનની કુલ ૧૫૬ નગરપાલિકાઓ જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રથમ હપ્તા પેટે રૂ.૧૮૯.૫૦ કરોડ ત્યારબાદ બીજા હપ્તા પેટે વર્ષ ૨૦૨૧- ૨૨ની રૂ.૯૪.૭૫ કરોડ, કુલ મળી રૂ.૨૮૪.૨૫ કરોડની બેઝીક ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

આ ગ્રાન્ટનો ઉપયોગ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા સેનીટેશન/ સ્વચ્છતા, પાણી પુરવઠો, આરોગ્લક્ષી સફાઈ પ્રવૃતિઓ જેમ કે સેપ્ટિક મેનેજમેન્ટ, સેવેઝ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા, રોડની જાળવણી, ફુટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન ગૃહ / કબ્રસ્તાન, કોમ્યુનીટી એસેટની જાળવણી જેવા પ્રાથમિક, માળખાકિય તેમજ આંતરમાળખાકિયા કામો  માટે કરી શકશે. ધનસુખ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧)એ અંતમાં જણાવ્યું છે.

(12:38 pm IST)