Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બુધવારે સુરતમાં:વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રિ-ઇવેન્ટ રૂપે આયોજિત ‘‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ’’ સમિટનો પ્રારંભ કરાવશે*

નવસારીના સાંસદ સી.આર.પાટિલ-કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે : એક દિવસીય સમીટમાં ત્રણ ચર્ચા-સત્રો પેનલ ડિસ્કશન્સનું આયોજન

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રિ-ઇવેન્ટ રૂપે સુરતમાં ‘‘વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ સમિટનો બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે પ્રારંભ કરાવશે,આ સમિટ ગુજરાતને ટેક્ષટાઇલ્સ સેક્ટરમાં વૈશ્વિક રોકાણો માટેના પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત કરવામાં ઉપયુકત બનશે

ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિખ્યાત સુરત મહાનગરના ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક દિવસીય સમિટનો બુધવારે સવારે ૧૦ કલાકે ભુપેન્દ્રભાઈ પટેલ આરંભ કરાવવાના છે .
આ એક દિવસીય પ્રિ-ઇવેન્ટ સમિટમાં દિવસ દરમ્યાન ત્રણ ચર્ચા સત્રો-પેનલ ડિસ્કશન્સ યોજાશે
. તદ્દઅનુસાર પોલીસી ઇનીશ્યેટીવ્ઝ ટુ રિડિફાઇન ટેક્ષટાઇલ સેક્ટર ઓફ ધ કન્ટ્રી અંગે પેનલ ડિસ્કશન સૌ પ્રથમ યોજાશે.
ઇન્ડીયન ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી એઝ અ ગ્લોબલ સોર્સિંગ હબ-મૂવિંગ ટોવડર્ઝ આત્મનિર્ભર ભારત વિષયક પેનલ ડિસ્કશન અને ફયુચર ઓફ વેલ્યુએડીશન ઇન ટેક્ષટાઇલ્સ સેક્ટર-ટ્રાન્ઝીસ્ટીંગ ટેક્ષટાઇલ્સ ટુ સ્માર્ટ મેન્યૂફેકચરીંગ અંગે ચર્ચા સત્ર પણ આ પ્રિ-ઇવેન્ટ સમિટમાં યોજાવાના છે
આ સમિટના ઉદ્દઘાટન સત્રમાં નવસારીના સાંસદ સી.આર.પાટિલ, ભારત સરકારના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ તથા ગુજરાત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વ પૂર્ણેશભાઇ મોદી, હર્ષ સંઘવી, જગદીશભાઇ પંચાલ, મૂકેશભાઇ પટેલ અને વિનોદ મોરડીયા તથા ભારત સરકારના ટેક્ષટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રતાપસિંઘ અને ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સહભાગી થશે.

(6:40 pm IST)