Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

નર્મદાના નાંદોદ તાલુકા મથકે ડીઆરડીએ કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 10ની લાંચ લેતા ઝડપાયો

તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ.દાખલો કાઢી આપવાના અવેજ પેટે લાંચ માંગી

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા મથકે ડીઆરડીએ કચેરીના કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા દસની લાંચ લેતા પકડી પાડ્યો છે.  તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે લાંચ માંગી હોવાનું સામે આવ્યુ છે

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં ડીઆરડીએ શાખામાં કરાર આધારિત કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા પ્રવિણકુમાર શનાભાઈ તલાર નામના કર્મચારીને એસીબીએ માત્ર રૂપિયા દસની લાંચ લેતા પકડી પાડ્યો છે.તાલુકા પંચાયતની કચેરી નાંદોદ ડી.આર.ડી.એ. શાખામાં ગોઠવેલી ટ્રેપમાં આરોપી  કર્મચારી ફરિયાદી પાસે થી રૂપિયા દસની લાંચ લેતા પકડાઈ ગયો હતો.

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂ।.૧૦ થી રૂ।.૧૦૦ સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજે એસીબીએ ડીકોયરનો સંપર્ક કરી તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપી પ્રવિણકુમાર શનાભાઈ તલાર ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી બી.પી.એલ દાખલો કાઢી આપી અવેજ પેટે લાંચની રકમ રૂ।.૧૦ ની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયો હતો. રાજપીપળા એસીબીએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(7:55 pm IST)