Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ટાટા હેરીયર ગાડીમાં વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડાની હેરાફેરી કરતા શખ્સને ઝડતી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કડક કાયમવાહી કરવા સુચના આપતા કે.એલ.ગળચર પોલીસ સબ ઇન્સપેક્ટર, સાગબારા નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા.તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ટાટા હેરીયર ગાડી નંબર MH 19 CV 3112 ની શંકા્પદ રીતે આવતા તેને રોકવા પ્રયાસ કરતા તેણે પોતાની ગાડી ઉભી નહી રાખી ડેડીયાપાડા તરફ ભાગવા લાગતા સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઈવે રોડ ઉપર પકડી ચેક કરતા ગાડીમાંથી ગાડીની પાછળની ડીકીની અંદર એક કાળા કલરના થેલામાં  વાઘ જેવા વન્ય પ્રાણીનુ સુકુ ચામડુ મળી આવેલ જેથી ટાટા હેરીયસમ ગાડીજેની આશરે નક.રૂ. 15 લાખ ગણી તથા મોબાઈલ નંગ ૦૨ કિંમત રૂ.10 હજાર તથા કુલ રોકડા રૂનપયા.47,485 તથા વાઘ જેવા વન્ય પ્રાણીનુ ચામડુ નંગ-૦૧ મળી કુલ રૂ.15,57,485નો મુદ્દામાલ વધુ તપાસ અથે કબ્જે કરી આ મુદ્દામાલ સાથે કિશોર ભટ્ટુ અહીરે(હે.નિકુંબ,જી.ધુલીયા (મહારાષ્ટ્ર) હાલ રહે.૩૯, ગોલ્ડન સીટી નંદુરબાર,(મહારાષ્ટ્ર)ને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ સફળ કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં(૧)કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પો.સ્ટે.(૨) અ.હે.કો બીપીનભાઇ ગુમાનભાઇ બ.નં.૭૭૦,(૩) અ.હે.કો અશ્વિનભાઇ રમણભાઇ બ.નં.૫૬૨,(૪) પો.કો.શ્વિલીપભાઇ ઝીણાભાઇ બ.નં.૧૩૮નો સામાવેશ થાય છે

(10:15 pm IST)