Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વાંદરીયા ગામના વશિષ્ઠ આશ્રમના મહંત ધર્માનંદ મહારાજે પરિક્રમાવાસીઓને ઓમીક્રોન વાયરસ બાબતે જાગૃત કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ભારત દેશમાં હાલમાં કોરોના બાદ હવે ઓમીક્રોન વાયરસે પગ પેસરો કર્યો છે તે બાબતે ભારત સરકાર પણ ઘણી ચિંતિત છે અને અમુક મોટા શહેરોમાં ઓમીક્રોન વાયરસના દર્દીઓ પણ જોવા મળ્યા હોય તેવા સંજોગોમાં આ વાયરસ અન્ય જિલ્લામાં ન ફેલાઈ એ બાબતે ખાસ કાળજી લેવાઈ રહી હોવા છતાં અમુક લોકોનહજુ આ બાબતે ગંભીર થયા નથી માટે કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અનુ પૂર્ણાવર્તન ન થાય અને નર્મદા જિલ્લો સલામત રહે તેવી ચિંતા સાથે નાંદોદ તાલુકાના વાંદરીયા ગામના વશિષ્ઠ આશ્રમ વૈદ્યનાથ મહાદેવ મંદિર ના મહારાજ ધર્માનંદજી એ નર્મદા પરિક્રમા કરવા આવતા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને જાગૃત કરવા બીડું ઝડપ્યું છે અને પોતે આ પરિક્રમવાસીઓ પાસે પહોંચી ઓમીક્રોન વાયરસ માટે જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે.તેમનું માનવું છે કે દેશના વડાપ્રધાન દેશ માટે ૧૮ કલાક કામ કરી દેશવાસીઓની ચિંતા કરતા હોય તો હું સાધુ થઈ મારા વિસ્તારમાં આવતા પરિક્રમાં વાસીઓને આવા ગંભીર વાયરસ બાબતે જાગૃત કરવા પ્રયાસ કરું છું.

(10:43 pm IST)