Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભાષા નિયામકની કચેરી દ્વારા આગામી તા. ૫, ૬, ૭ અને ૮ જુલાઈના રોજ આયોજિત ગુજરાતી ભાષાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રખાઈ

આગામી નવી તારીખ નક્કી થયેથી તેનો વિગતવાર કાર્યક્રમ ભાષા નિયામકની કચેરીની વેબ-સાઈટwww.dol.gujarat.gov.inઉપર જાહેર કરવામાં આવશે

અમદાવાદ : રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારી-કર્માંચારીઓ માટે ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ગુજરાતી ભાષાની ઉચ્ચ, નિમ્ન અને બોલચાલ શ્રેણીની પરીક્ષાનું અનુક્રમે તારીખ ૫, ૬, ૭ અને ૮ જુલાઈ-૨૦૨૨ના રોજ ગુજરાત જલ સેવા સંસ્થા, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોકૂફ રખાયેલ આ પરીક્ષા આગામી સમયમાં યોજાશે, જેની તારીખ નક્કી થયેથી તેનો વિગતવાર કાર્યક્રમ ભાષા નિયામકની કચેરીની વેબ-સાઈટwww.dol.gujarat.gov.inઉપર જાહેર કરવામાં આવશે તેમ ભાષા નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(7:26 pm IST)