Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

તમારા ફક્‍ત ૧ ચોરસ ફૂટ ફ્‌લોરમાં બીમારી કરનારા લાખો જીવાણુ હોઈ શકે

સાયેન્‍ટિફિક રીસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ સીએસઆઇઆર-આઇજીઆઇબી તથા લાઇઝોલ દ્વારા સર્વે

(કેતન ખત્રી) અમદાવાદઃ અગ્રણી ડિસઇન્‍ફેક્‍ટન્‍ટ બ્રાન્‍ડ લાઇઝોલ અને સરકારી સંશોધન એજન્‍સી કાઉન્‍સિલ ઑફ સાયેન્‍ટિફિક એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીયલ રીસર્ચ (સીએસઆઇઆર)ની સંસ્‍થા શ્નઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઑફ જીનોમિક્‍સ એન્‍ડ ઇન્‍ટીગ્રેટિવ બાયોલોજી  (આજીઆઇબી)એ ભારતીય ઘરોમાં જીવાણુઓ અને રોગાણુની હાજરીનું વિશ્‍લેષણ કરવા માટે એક અભ્‍યાસ હાથ ધર્યો હતો. આ અભ્‍યાસ દરમિયાન ભારતીય ઘરોમાં ફ્‌લોર પર વિવિધ પ્રકારના જીવાણુ અસ્‍તિત્‍વ ધરાવતા હોવાનું જાણવા મળ્‍યું હતું.

સંશોધન ટીમે ભારતીય ઘરોમાં જીવાણુની હાજરીનો અભ્‍યાસ કર્યો હતો અને તેમને જાણવા મળ્‍યું હતું કે, અલગ-અલગ રૂમોમાં આવેલા ફ્‌લોરના વિસ્‍તારમાં બીમારી પેદા કરનારા જીવાણુઓ હતાં, જેમ કે, એશ્‍કેરિકિયા કોલી, મોરાક્‍સેલા એસપીપી, બ્રેવુન્‍ડિમોનાસ એસપીપી, એસિનેટોબેક્‍ટર એસપીપી.આ અભ્‍યાસમાં એમ પણ ઉજાગર થયું હતું કે, આપણાં ઘરોમાં સપાટીઓ પર ૧૦૦૦થી વધારે પ્રકારના બેક્‍ટેરિયા અને ૨૦૦ પ્રકારના વાઇરસ હોય છે. જે જીવાણુઓ જોવા મળ્‍યાં હતાં, તે ઝાડા જેવી બીમારીઓ અને ચામડીના ચેપ, મૂત્રમાર્ગમાં લાગતા ચેપ, ખીલ, આંખ અને લોહીમાં લાગતાં ચેપ જેવી સ્‍થિતિઓ માટે જવાબદાર છે. સીએસઆઇઆર-આઇજીઆઇબી ખાતેના મુખ્‍ય વૈજ્ઞાનિક ડૉ. રાકેશ શર્મા (પીએચ.ડી)એ જણાવ્‍યું હતું કે, લાઇઝોલ સાથેની સહભાગીદારીમાં હાથ ધરવામાં આવેલા અભ્‍યાસમાં ભારતીય દ્યરોના વિવિધ હિસ્‍સાઓમાં ફ્‌લોર પર જોવા મળતાં જીવાણુઓ અને રોગાણુઓની વિગતો પર પ્રકાશ પાડ્‍યો હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(4:40 pm IST)