Gujarati News

Gujarati News

કોરોનાએ ફૂફાડો માર્યો: નવા કેસમાં મોટો ઉછાળો : અમદાવાદમાં 278 કેસ સહીત રાજ્યમાં 548 પોઝીટીવ કેસ :વધુ 65 દર્દીઓ સાજા થયા :પોરબંદરમાં એક દર્દીનું મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.116 થયો :કુલ 8.18 .487 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.94.376 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 278 કેસ,સુરતમાં 80 કેસ, વડોદરામાં 39 કેસ,રાજકોટમાં 27 કેસ, આણંદમાં 23 કેસ,ખેડામાં 21 કેસ,કચ્છમાં 13 કેસ, વલસાડમાં 9 કેસ, ગાંધીનગરમાં 8 કેસ,મોરબી અને નવસારીમાં 7 કેસ,ભાવનગર અને ભરૂચમાં 6-6 કેસ, જામનગરમાં 5 કેસ,મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ, અરવલ્લી અને બનાસકાંઠામાં 2 કેસ, અમરેલી, નર્મદા,અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 1902 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 7:48 pm IST

રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર-૨૦૨૨ સુધી લંબાવાઈ : રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી: NLRMP હેઠળ ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય: રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ : આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરાશે:રીસર્વે કામગીરીમાં અંદાજે ૯૫ લાખ સર્વે નંબરોની સામે આવેલી ૫.૨૮ લાખ વાંધા અરજીઓમાંથી ૪.૧૩ લાખ અરજીઓની કાર્યવાહી કરાઈ : રીસર્વેના વાંધા નિકાલની ઝુંબેશના ભાગરૂપે વધુ અરજી ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૯૬ સર્વેયરો, ૧૨ DGPS અને ૮૪ ETS મશીનો કાર્યરત access_time 9:40 am IST

વલસાડ જિલ્લામાં નાઈટ ચેકિંગમાં દારૂ પીને આવતા ૧૮૯ લોકો પકડાયા: સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયન તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના ધારદાર માર્ગદર્શને દારૂનો 'નશો 'કરી આવતા લોકોને ' જેલયોગ' કરાવ્યો: થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે વલસાડ જિલ્લામાં નજીકના સંઘપ્રદેશમાંથી દારૂ લાવતા અને દારૂનો નશામાં વાહનો હંકારી પસાર થતાં લોકોને દારૂબંધીના કાયદાનો ભંગના ગુના હેઠળ ઝબ્બે કરવા સુરત રેન્જ વડા ડો રાજકુમાર પાંડિયને જિલ્લા પોલીસને સૂચના આપી હતી:એસપી ડો.રાજદિપસિંહ ઝાલા દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોના અધિકારીઓને પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરવા સૂચના જારી કરી સતત મોનિટરિંગ.. access_time 12:06 pm IST