Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સ્પેસ એક્સનું ડ્રેગન ક્રુ કેપ્સ્યુલ સફળતાપૂર્વક લેંડિંગ થયું

નવી દિલ્હી: સ્પેસ એક્સનું ડ્રૈગન ક્રૂ કેપ્સ્યુલ રવિવારે સ્થાનિક સમયાનુસાર બપોરે 2:48 કલાકે સફળતાપૂર્વક ધરતી પર પાછું ફર્યું છે. કેપ્સ્યુલ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનમાંથી શનિવારે સાંજે 7:54 કલાકે પૃથ્વી તરફ રવાના થઈ હતી. જાણવા મળ્યા મુજબ ફ્લોરિડાના કિનારાથી થોડા કિમી દૂર કેપ્સ્યુલે સમુદ્રમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.

          ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચી ગયેલી સ્પેસએક્સ અને નાસાની ટીમે કેપ્સ્યુલને સમુદ્રમાંથી બહાર કાઢી હતી. તેના દ્વારા અંતરીક્ષમાં ગયેલા નાસાના બે અંતરીક્ષ યાત્રી ધરતી પર પરત આવ્યા છે. અંતરીક્ષ યાત્રી બોબ બેહ્નકેન (49) અને ડગ્લસ હર્લી (53)ની તપાસ કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ જણાયા છેધરતી પર ઉતરાણના એક કલાક કરતા પણ વધુ સમય બાદ બંનેને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમેરિકાએ 45 વર્ષમાં પ્રથમ વખત અંતરીક્ષ યાત્રીઓને સમુદ્રમાં સીધા ઉતાર્યા છે.

(3:58 pm IST)