Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

ચીને લદાખ નજીક એરપોર્ટ પર પરમાણુ મિસાઇલથી સજ્જ વિમાનો ગોઠવી દીધા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન એકબાજુ લદ્દાખ સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત સાથે શાંતિ અને સિૃથરતા જાળવી રાખવાનો દાવો કરી રહ્યું છે, બીજીબાજુ તેની પીપલ્સ લિબરેશન આર્મી સરહદે યુદ્ધની તૈયારીઓ કરતું હોય તેમ સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.

            લદ્દાખ સરહદેથી સૈનિકો ઘટાડવા માટેની વાટાઘાટો વચ્ચે ચીને પેંગોંગ ત્સો લેક ખાતેથી સૈનિકો પાછા હટાવવાનો ઈનકાર કરી દેવાની સાથે ચીન સરહદ પર તેની સૈન્ય શક્તિ વધારી રહ્યું હોવાની પોલ ખૂલી છેસેટેલાઈટની કેટલીક તાજા તસવીરોમાં જોવા મળે છે કે ચીને લદ્દાખથી માત્ર 600 કિ.મી. દૂર કાશગર એરપોર્ટ પર પરમાણુ મિસાઈલોથી સજ્જ વિમાનો ગોઠવી દીધા છે.

(3:59 pm IST)