Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ચીનમાં સર્જાયેલ ટ્રેન અકસ્માતમાં ડ્રાઈવરનું મૃત્યુ:સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ચીનમાં એક ટ્રેન જોતજોતામાં ટ્રેનના પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ ઘટના ગુઇઝોઉ પ્રાંતમાં ઘટી છે. જ્યાં બુલેટ ટ્રેનના 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી,આ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મોટી દુર્ઘટનામાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ અને 7 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાની માહિતી ચીનના સ્થાનિક મીડિયા આઉટલેટ ગ્લોબલ ટાઈમ્સે શનિવારે એક ટ્વીટ કરીને આપી હતી. જે મુજબ બુલેટ ટ્રેન ચીનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ગુઇયાંગથી દક્ષિણ પ્રાંત ગુઆંગઝૂ તરફ દોડી રહી હતી. શનિવારે સવારે 10.30 વાગ્યે ગુઇઝોઉના એક સ્ટેશન પર ભૂસ્ખલનને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં ટ્રેનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ગંભીર ઘટનામાં તમામ ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને અન્ય 136 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 

(5:41 pm IST)