Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ઓએમજી.....તો આ કારણોસર આ કુકડાને થઇ આઠ મહિનાની જેલ

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતના જિલ્લા ધોટમીમાં એક મરધાને કેટલાય મહિના સુધી જેલમાં રહેવુ પડ્યુ હતું. પોલીસની ધરપકડમાં રહેલા મુરધાને સ્થાનિક કોર્ટે છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. તેના માલિકે જણાવ્યુ હતું કે, છેલ્લા આઠ મહિનાથી તેનો મુરધો જેલમાં બંધ હતો. હકીકતમાં જોઈએ તો, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આઠ મહિના પહેલા મુરધાની લડાઈની રમતમાં દરોડા પાડતા અમુક લોકોની સાથે સાથે બે ડઝન મુરધાની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ કરાયેલા લોકોને તો જામીન મળી ગયા પણ મુરધા માટે માલિક બનવા કોઈ આગળ આવ્યુ નહોતું. કારણ કે, FIRમાં મુરધાનો પણ ઉલ્લેખ હતો, તેથી તેને પણ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જો કે, થોડા દિવસ પહેલા જફર મિરાની નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, તે વ્યકિત કારણથી કરાંચીમાં રહેતો હતો, તેથી તે મરધાને છોડાવી શક્યો નહીં. ત્યારે કોર્ટે હવે આદેશ આપ્યો છે કે, મરધાને છોડી મુકવામાં આવે. જો કે, હજૂ પણ ચાર મરધા જેલની સજા કાપી રહ્યા છે.

(6:13 pm IST)