Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈઝરાયલમાં ગાઝા પટ્ટીમાંથી ચાર રોકેટ છોડવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ એ ફરી એકવાર ચૂંટણીમાં જીત હાંસિલ કરી છે. તેમની જીતના થોડા સમય બાદ ગાઝા પટ્ટી પરથી એક પછી એક ચાર મિસાઈલ છોડવામાં આવી હતી. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ, પહેલા એક મિસાઈલ છોડવામાં આવી હતી. ત્યારપછી એક કલાકના અંતર બાદ ગાઝા પટ્ટીમાંથી ત્રણ મિસાઈલો છોડવામાં આવી હતી. સૂત્રોનું માનવું છે કે આ હુમલો ફિલીસ્તીની જેહાદીઓએ કર્યો હતો. જો કે હજુ સુધી રોકેટ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. મળતી માહિતી અનુસાર, મિસાઈલ હુમલા પછી, સુરક્ષા દળોએ રોકેટ સાયરન વડે ગાઝા સરહદ નજીક કિસુફિમ, એન હાશલોશા અને નિરિમ શહેરોને એલર્ટ કર્યા. રોકેટ હુમલા બાદ હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. સેનાએ કહ્યું કે પહેલા એક મિસાઈલ છોડવામાં આવી હતી. ત્યારબાદ લગભગ એક કલાક બાદ દક્ષિણ ઇઝરાયેલના ગાઝાથી વધુ ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલના સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે આયરન  ડોમ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા રોકેટને અટકાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સૈનિકોએ જણાવ્યું હતું કે તેઓ આયરન  ડોમ સિસ્ટમ વિશે અસ્પષ્ટ હતા, જોકે તેઓએ પાછળથી તેમના નિવેદનની પુષ્ટિ કરી હતી.

(6:20 pm IST)