Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

યુક્રેન-રશિયાના યુધ્ધ વચ્ચે ગ્રીસ સહીત તુર્કીએ પણ એક બીજા સામે બાયો ચઢાવી હોવાની વાતથી યુરોપ મુકાયું ચિંતામાં

નવી દિલ્હી: રશિયા અને યુ્ક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધના માહોલમાં નાટો જૂથના બે શક્તિશાળી દેશ ગ્રીસ અને તુર્કી વચ્ચે પણ ટકરાવના ભણકારા વાગી રહ્યા છે અને તેના કારણે યુરોપ વધારે ટેન્શનમાં છે.  આ બંને દેશો નાટોમાં 1952માં એક સાથે સામેલ થયા હતા.જોકે તે પહેલાથી બંને દેશો વચ્ચે સબંધ ખરાબ રહ્યા છે.એજિયન સમુદ્ર પર પોતાના અધિકારીને લઈને આ બંને દેશો ફરી એક બીજાની સામે બાથ ભીડવા માટે બાંયો ચઢાવી રહ્યા છે. ગ્રીસ અને તુર્કી નાટો માટે વ્યૂહાત્મક રીતે બહુ મહત્વના છે.બંને દેશો પાસે નોંધપાત્ર સૈન્ય શક્તિ પણ છે.તુર્કી સાથેના વિવાદના કારણે ગ્રીસ પોતાના કુલ બજેટના બે ટકા સતત સંરક્ષણ પાછળ ખર્ચ કરતુ આવ્યુ છે. ગ્રીસ પોતાની વાયુસેનાને મજબૂત બનાવવા માટે ફ્રાન્સ પાસેથી 24 રાફેલ વિમાન ખરીદી ચુકયુ છે.ગ્રીસ પાસે અમેરિકન બનાવટના એફ-16 વિમાનોનો મોટો કાફલો છે.જેને તે અપડેટ પણ કરી રહ્યુ છે.તુર્કીના ડ્રોનનો મુકાબલો કરવા માટે ગ્રીસે ઈઝરાયેલની આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે.ગ્રીસ સબમરિન વિરોધી હેલિકોપ્ટર્સ પણ ખરીદવા જઈ રહ્યુ છે.

(6:21 pm IST)