Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

નાઇજીરિયામાં બંદૂકધાની અણીએ 140 વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવતા ચકચાર

નવી દિલ્હી: નાઇજીરીયામાં (Nigeria) ફરીથી એકવાર બાળકોના અપહરણની (Kidnapping) ઘટના બની છે. એક બંદુકધારી વ્યક્તિએ બોર્ડિંગ સ્કૂલમાં ઘૂસીને 140 વિદ્યાર્થીઓનું અપહરણ કર્યુ છે. વાતની જાણકારી શાળાના એક અધિકારીએ આપી છે. નાઇજીરીયામાં પહેલી વાર નથી કે શાળામાં ભણતા બાળકોનું અપહરણ કરવામાં આવ્યુ હોય અહીં ખંડણી માટે ઘણી વાર બાળકોનું અપહરણ કરવામાં આવે છે. અપરાધ કરનાર મોટેભાગે હથિયારો સાથે આવે છે અને ગામડાંઓને નિશાનો બનાવે છે. એક સમાચાર એજન્સી પ્રમાણે, અપહરણકર્તાઓ 140 બાળકોને પોતાની સાથે લઇ ગયા અને ફક્ત 25 વિદ્યાર્થીઓ ભાગવામાં સફળ રહ્યા. શાળાના એક અધિકારીએ કહ્યું કે, અમને હજી પણ ખબર નથી કે બાળકોને ક્યાં લઇ જવાયા છે.

(5:28 pm IST)