Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

તાલિબાનથી પણ વધારે ખતરનાક આતંકી સંગઠનની અફઘાનિસ્તાનમાં એન્ટ્રી થઇ હોવાની માહિતીથી ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: ઇસ્લામિક આતંકવાદની પ્રયોગભૂમિ ગણાતા અફઘાનિસ્તાન પર કટ્ટરપંથી તાલિબાની સંગઠનનો કબ્જો છે પરંતુ તાલિબાનીઓથી પણ ખતરનાક ગણાતા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં એન્ટ્રી કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. અમેરિકાએ 20 વર્ષ પછી પોતાની આર્મી અફઘાનિસ્તાનમાંથી ખસેડી લીધી એ પછી તાલિબાનીઓ વિરુધ આતંકી સંગઠનો સક્રિય બન્યા છે. મસ્જિદોમાં થઇ રહેલા હુમલાઓ સહિતની હિંસક ઘટનાઓ માટે ખતરનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જવાબદાર હોવાનું મનાય છે. ઇસ્લામિક સ્ટેટની ક્રુરતા ઇરાક અને સીરિયામાં દુનિયાએ જોઇ છે એ જોતા આ સંગઠન તાલિબાની સંગઠન કરતા પણ ખતરનાક છે. નિષ્ણાતોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટની શાખા ઇસ્લામિક સ્ટેટ (ખોરાસન) આઇએસઆઇએસ- કે પહેલાથી જ સક્રિય છે. સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ નબળું પડયું હોવાથી તે અફઘાનિસ્તાનમાં પોતાનું વજૂદ સ્થાપવા પ્રયત્નશીલ છે. તાલિબાની સંગઠનથી નારાજ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટમાં જોડાઇ રહયા છે. એક અંદાજ મુજબ 2000 જેટલા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હોવાની શકયતા છે.

 

(6:09 pm IST)