Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

અમેરિકાના મિશિગનમાં કોરોના વાયરસના નવા લક્ષણો સામે આવ્યા:મૃત્યુ દર 40 ટકા સુધીનો

નવી દિલ્હી: અમેરિકા હાલમાં કોરોના વાયરસને માત આપવામાં લાગ્યો છે ત્યાં તેની વચ્ચે અમેરિકા સામે મોટો પડકાર આવ્યો છે. અમેરિકાના મિશિગનમાં સોમવારે હંતા વાયરસનો પહેલો મામલો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જ્યાં એક મહિલામાં હંતા વાયરસના લક્ષણ મળ્યા છે. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વાયરસનો કેસ સામે આવ્યા પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ એલર્ટ પર છે.

સ્થાનીય હેલ્થ વિભાગ અનુસાર, મહિલાને હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી. મિશિગન રાજ્યના વાશટેનો કાઉન્ટીમાં આ મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા એક ખાલી પડેલા ઘરની સફાઇ કરી રહી હતી, જે લગભગ બે વર્ષથી બંધ હતું. જે દરમિયાન તે અમુક ઉંદરોના સંપર્કમાં આવી, ત્યાર પછી વાયરસના લક્ષણ તેનામાં જોવા મળ્યા.

(5:50 pm IST)