Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

અમેરિકામાં કોવીડ વેક્સિનના ડોઝ બરબાદ થવાની ઘટનામાં એક અદાલતે ફાર્માસિસ્ટ્ને ત્રણ વર્ષની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર બાદ કોરોનાની રસીની બોલબાલા વધી ચુકી છે. ભારતમાં એક તરફ રસી અપાઈ રહી છે અને બીજી તરફ લાખો ડોઝ બરબાદ પણ થયા છે. કેટલાક કિસ્સામાં માનવીય ભૂલ પણ જવાબદાર છે. જોકે આવા મામલામાં અત્યાર સુધી તો કોઈની સામે કાર્યવાહી નથી થઈ.

જોકે અમેરિકામાં વેક્સીનના ડોઝ બરબાદ થવાના એક મામલામાં અમેરિકાની એક કોર્ટે એક ફાર્માસિસ્ટને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો. તેણે રસીના ડોઝને કલાકો સુધી રેફ્રિજેટરની બહાર રાખ્યા હતા. તેણે તેના પર લાગેલા આરોપ સ્વીકારી લીધા હતા.

સ્ટીવને સ્વિકાર્યુ હતુ કે, જે મેડિકલ સેન્ટરમાં હું કામ કરતો હતો ત્યાં મેં રસીના ડોઝ ફ્રીઝની બહાર રાખ્યા હતા. આ બાબતે હું શરમ મહેસૂસ કરૂ છું અને જે પણ થયુ છે તે માટેની જવાબદારી હું સ્વીકારૂ છું. તેણે પોતાના પરિવાર સહકર્મીઓ અને કોમ્યુનિટીની માફી માંગી હતી.

(5:51 pm IST)