Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

સાઈબેરિયામાં એક સૂક્ષ્મ જીવ 24 હજાર વર્ષ સુધી બરફમાં દબાયેલ રહ્યા પછી જીવિત થયો

નવી દિલ્હી: સાયબેરીયામાં એક સુક્ષ્‍મ જીવ 24 હજાર વર્ષ સુધી બરફમાં દબાયેલો રહ્યા પછી જીવિત થઈ ગયો છે. બડેલોઈટ રોટીફાયર નામનું પાશુ ફરીથી જીવંત થયું છે. રશિયન વૈજ્ઞાનિકો મુજબ એટલું જ નહીં તેને સફળતાપૂર્વક પોતાનું ક્લોન પણ તૈયાર કરી દીધું છે. Current Boilogy જર્નલમાં છપાયેલા અધ્યયનમાં આનો ઉલ્લેખ કરાયો છે. અભ્યાસના સંયુક્ત લેખક એ સ્ટાસ માલાવિન ના જણાવ્યા મુજબ આ અભ્યાસથી કેટલાય સવાલોને લઈને દિલચસ્પી વધી ગઈ છે. છેવટે આ બહુ કોશિકાવાળા પશુ લાંબા સમય સુધી જીવીત રહેવા માટે તંત્રનો પ્રયોગ કરે છે. તેમણે કહ્યું કે અમારી રિપોર્ટ આ વાતની સાબિતી છે કે આજે પણ બહુકોશિય પશુક્રિપ્ટોબાયોસિસ અવસ્થામાં હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે. ક્રિપ્ટોબાયોસિસ એ અવસ્થા છે. જેમાં મેટાબોલિઝમ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે છે. આ અભ્યાસ રશિયનના સાઈકોકેમિકલ એન્ડ બાયોલોજીકલ પ્રોબ્લેમ્સ ઈન સોયલ સાયન્સ ઈન્સ્ટીટ્યૂટે કર્યો છે. રિસર્ચ ટીમે ડ્રિલ કરનારી વિશાળ મશીનનો ઉપયોગ કરતાં રશિયન આર્કિટેકની અલાજેયા નદી પાસેથી સેમ્પલ મળ્યા. તે પછી રેડિયોકાર્બન ડેટિંગના માધ્યમથી તેની ઉંમરની તપાસ કરવામાં આવી. તેનાથી જાણવા મળ્યું કે તેની ઉંમર 23960થી લઈને 24485 વર્ષની વચ્ચે હોઈ શકે છે. આ પહેલા તેમમણે સિંગલ સેલ માઈક્રોબ્સની ઓળખ કરી હતી. બહુકોશિય જીવની વાત કરવામાં આવે તો એવી ખબર છે કે નેમેટોડ નામનો કિડો 30 હજાર વર્ષ પછી ફરીથી જીવીત થયો છે. આ ઉપરાંત અન્ય કેટલીક વનસ્પતિઓ પણ છે જે હજારો વર્ષો સુધી બરફમાં દબાઈ રહ્યા પછીથી ફરીથી વધવા લાગી હતી. રોટીફાયરને પણ હવે આ લિસ્ટમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. આ લિસ્ટમાં તે જીવ છે જે અનિશ્ચિતકાળ સુધી જીવિત રહી શકે છે. ખાસ વાત એ છે કે આ જીવ જીવનમાં પરત ફર્યા પછી બીજા કોઈની મદદ વિના પ્રજનન કરવામાં સક્ષમ છે. આ પ્રક્રિયાને પાર્થોનોજેનેસિસ કહેવાય છે. રોટીફાયરની લંબાઈ અડધો મીલિમીટર અને સામાન્ય રીતે સ્વચ્છપાણીવાળા વિસ્તારમાં રહે છે. આ જીવનું નામ લેટિન ભાષા પરથી લેવાયું છે. જેનો ઉપયોગ વ્હિલ બિયરર માટે કરવામાં આવે છે. આ જોવામાં એક ફરતા વ્હિલ જેવું હોય છે. તે ફરી ફરીને ખાવાનું ખાય છે. માલાવિને કહ્યું કે અમે આ જીવનો ઉપયોગ બરફમાં જામી ગયેલા જીવોના અભ્યાસ કરવા માટે કરાતો હોય છે. જેના દ્વારા અન્ય જીવોથી પણ તેની તુલના કરવામાં આવે છે.

(5:52 pm IST)