Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબાનની મદદે આવ્યું ચીન

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કરી લીધા પછીથી ચીનનો તેના પ્રત્યે ઝુકાવ જોવા મળી રહ્યો છે. હવે ચીને તાલિબાનની સરકારને મદદ કરવાનું એલાન કર્યું છે. ચીને અફઘાનિસ્તાનમાં પાછલા 3 અઠવાડિયાથી ચાલી રહેલા તણાવને ખતમ કરવાની પ્રશંસા કરી છે. સાથે જ 31 મિલિયન ડૉલરની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. ચીન દ્વારા તાલિબાનીઓએ આપવામાં આવી રહેલી આ મદદ હજુ શરૂઆતી છે. ચીનનું કહેવું છે કે તાલિબાને હવે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સામાન્ય કરવી જોઇએ. અમેરિકાના ગયા પછીથી જ અફઘાનિસ્તાનમાં ટીન તાલિબાનની સાથે વાતચીત કરી રહ્યું છે. ચીને પહેલા જ અપીલ કરી હતી કે દુનિયાને તાલિબાનની સાથે મળીને કામ કરવું જોઇએ. આ કડીમાં આર્થિક મદદ ચાલુ રાખવી જરૂરી છે. ચીને કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનવાનું તે સ્વાગત કરે છે. સરકાર બનવા પાછળ પાછલા 3 અઠવાડિયાથી જે અરાજકતાનો માહોલ હતો તે ખતમ થયો છે. આશા છે કે નવી સરકાર અફઘાનિસ્તાનને ફરીથી ઊભું કરવાનું કામ કરશે. હાલમાં દુનિયા તાલિબાનને લઇ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહી છે. ત્યારે ચીને મદદના હાથ લંબાવ્યા છે. તાલિબાને પણ ગયા અઠવાડિયે એલાન કર્યું હતું કે ચીન એક આર્થિક સુપરપાવર છે. એવામાં તેઓ તેને મોટો સાથી દેશ માને છે. તાલિબાન અનુસાર ચીન અફઘાનિસ્તાન માટે કોરોનાથી સંકળાયેલ મદદ અને આર્થિક સહાયને વધારી શકે છે.

(6:45 pm IST)