Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

જપાનમાં બન્યો એક વિચિત્ર કિસ્સો:એક ચોર કરતો હતો ફક્ત મહિલાઓના કપડાંની ચોરી

નવી દિલ્હી: જાપાનનો ટેકનોલોજીના મામલામાં કોઈ પણ દેશને મુકાબલો કરવા મુશ્કેલ છે. આ દેશમાં ફૂડ ડિલીવરથી લઈને કપડાં ધોવા સુધી તમામ કામ મશીન કરી શકે છે. જોકે, સેલ્ફ સર્વિસિંગ લોન્ડ્રી મશીન કપડાં તો ધોવી શકે છે, પરંતુ તેને ચોરથી બચાવી શકાય તેમ નથી. જાપાનમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે, જેમાં એક ચોર ફક્ત મહિલાઓના કપડાંની ચોરી કરતો હતી અને તેના ઘરથી મહિલાઓના 700થી વધુ અંડરવિયર મળી આવ્યા છે, આ અંડરવિયર ચોરી કરીને ચોરે એકત્ર કર્યા હતા.

આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા. જાપાનીઝ ન્યુઝ ચેનલના રિપોર્ટ અનુસાર 56 વર્ષીય તેત્સુઓ ઉરતા પર 24મી ઓગષ્ટના રોજ એક 21 વર્ષીય સ્ટૂડેન્ટે છ જોડી અંડરવિયર કોઈન લોન્ડ્રોમટ્સ મશીનથી ચોરી લીધાનો આરોપ લગાવ્યો હતો. પોલીસમા કેસ દાખલ થયા બાદ ચોરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, પોલીસ પણ હેરાન થઈ ગઈ, જ્યારે ચોરના ઘરથી મહિલાઓના 730 અંડરવિયર મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસે તમામ અંડરવિયર જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. બેપ્પૂ શહેરના પોલીસ વિભાગના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે ક્યારેય આટલા વર્ષોમાં મોટી સંખ્યામાં પેન્ટી જપ્ત કરી નથી. ચોર તેત્સુઓ ઉરતાએ અંડરવિયર ચોરીની વાત સ્વીકારી લીધી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. જોકે, મહિલાઓના અંડરવિયર ચોરીનો આ કોઈ પ્રથમ કેસ નથી. આ પહેલાં જુલાઈમાં અમેરિકામાં એક વ્યક્તિ પર મહિલાના ઘરમાં ઘુસીને ડઝન અંડરવિયર ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. મહિલાના ઘરમાં ઘુસીને આ 29 વર્ષીય ચોર કોઈ પણ કિંમતી ચીજવસ્તુ કે પૈસા ચોરવાને બદલે અંડરવિયરની ચોરી કરતો હતો.

 

(6:46 pm IST)