Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા લોકો માટે આ કંપનીએ બનાવ્યું એક અનોખું માઉસ

નવી દિલ્હી: પ્રાઇવેટ કંપનીમાં કામ કરતાં મોટા ભાગના લોકોને સવાલ હોય કે ટાઈમ પૂરો થઈ ગયા પછી પણ બેસવું પડે છે, પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ નથી જળવાતું.. તો એના જવાબમાં સેમસંગના એક નવા ઇનોવેશન વિશે વાત કરીએ. સેમસંગે એક નવું માઉસ બનાવ્યું છે જે કામના કલાકો પૂરા થતાં જ કામ કરવાનું બંધ કરી દેશે... વર્ક લાઈફ બેલેન્સ એ આજનો સૌથી ડિબેટેબલ ટૉપિક બની ગયો છે અને કોવિડ પછીના સમયમાં જ્યારે કામ ઓફિસથી ઘરે આવી ગયું તો કામના કલાકો વધી જવા જાણે સામાન્ય વાત બની ગઈ છે.. ત્યારે સેમસંગે આ ક્રિએટિવ માઉસ માટે કહ્યું છે કે આ માઉસ હાથના હલનચલનને ડિટેક્ટ કરે છે સમય પૂરો થતાં જ તેના પૈડાં બહાર કાઢી ત્યાંથી જતું રહે છે, જો કોઈ વ્યક્તિ તેને જબરદસ્તી પકડે છે તો તે બીજા ગેડજેટ્સથી પોતાને ડિટેચ કરી લે છે અને માણસને કામ કરતાં રોકે છે.. કેવું મજાનું છે નહિં? જો કે હાલ આ ખરીદી માટે ઉપલબ્ધ નથી પણ આ માઉસ માટે તમને શું લાગે છે? તમારો શું અભિપ્રાય છે?

(5:55 pm IST)