Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

થાઈલેન્ડની સરકારે બેંગકોકમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનને લઈને કટોકટી જાહેર કરી

નવી દિલ્હી: થાઇલેન્ડની સરકારે બૅંગકોકમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનને કારણે કટોકટીનું ફરમાન જાહેર કર્યું છે. જેમાં લોકોને વધારે સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા લોકશાહી માટેના આંદોલનકારીઓ વડા પ્રધાનનું રાજીનામું માગે છે અને રાજાની સત્તા પર અંકુશ મુકવા માગે છે.

ટીવી પર કરાયેલી જાહેરાતમાં પોલીસે કહ્યું કે "શાંતિ અને વ્યવસ્થાની જાળવણી" કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. માનવઅધિકારના વકીલ એનોન નામ્પા, વિદ્યાર્થી કર્મશીલ પૅરિટ ચિવારરાક ઉર્ફે "પેંગ્વિન" અને પનુસાયા સિથિજિરાવટ્ટાનાકુલની ધરપકડ કરાઈ હતી. પોલીસે હાલ સુધી ધરપકડની અધિકૃત રીતે જાણ કરી નથી. 36 વર્ષીય એનોને સૌથી પહેલાં રાજાશાહીની સામે સૌથી પહેલાં ઑગસ્ટમાં અવાજ ઉઠાવ્યો હતો. મહિનાના અંત સુધીમાં પાનુસાયાએ રાજપરિવારમાં સુધારા માટે દસ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો જે પછી તેઓ વિરોધના મુખ્ય વ્યક્તિ બની ગયા હતા.

(5:41 pm IST)