Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કોરોના મહામારીની વચ્ચે ઉત્તર કોરિયામાં વધુ એક નવો ચેપી રોગ આવ્યો સામે

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ઉત્તર કોરિયામાં એક નવો ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. આ કોરિયન દેશની આરોગ્ય વ્યવસ્થા પહેલાથી જ પડી ભાંગી છે અને કોરોના વાયરસ સામે પણ લડી રહી છે. જોકે મેડિકલ સર્વિસિસ અને મેડિકલ દવાની અછત વચ્ચે કોરિયામાં ફરી એક નવી બીમારીએ કહેર વર્તાવાનો શરૂ કર્યો છે. ઉત્તર કોરિયાના મીડિયા અનુસાર બુધવારે, કિમ દ્વારા પશ્ચિમ બંદર શહેર હેજુમાં પેટ અને આંતરડા પર હુમલો કરતા નવા વાયરસના ચેપથી પીડિત દર્દીઓને દવાઓ મોકલવામાં આવી હતી. પરંતુ આ બીમારી કઇ છે અને તેના કેસ કેટલા નોંધાયા છે તેની માહિતી મળી નથી. KCNA એ જણાવ્યું નથી કે, આ નવી બિમારી શું છે અને અત્યાર સુધીમાં કેટલા લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આધિકારી નિવેદદનમાં જણાવાયું હતુ કે, કોરોનાને કાબૂમાં લેવા માટે જે કડકાઈથી તમામ પગલાં લેવામાં આવ્યા હતા, તે જ રીતે ક્વોરેન્ટાઇનિંગની સાથે સાથે કિમ અન્ય ઉપાયો પર પણ ભાર આપી રહ્યા છે. સ્થાનિક અખબાર રોડોંગ સિનમુનના પહેલા પેજ પર પ્રકાશિત થયેલા ફોટામાં, કિમ, પત્ની રી સોલ જૂ દવાઓનો સ્ટોક આપતા જોવા મળી રહ્યાં હતા. 

(5:41 pm IST)