Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પાકિસ્તાનમાં એકજ દિવસમાં પેટ્રોલીની કિંમત 24 રૂપિયા વધી હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 233.89 રૂપિયા પર પહોંચી ગઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં એક દિવસમાં પ્રતિ લીટર પેટ્રોલ પર 24 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. બીજી તરફ ડિઝલની કિંમતમાં 16.31 રૂપિયાના વધારા બાદ 263.31 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. પાકિસ્તાન સરકારે બુધવારે તેનું એલાન કર્યું હતું. પાકિસ્તાનમાં છેલ્લા 20 દિવસની અંદર આ પ્રકારનો ત્રીજો વધારો છે. પાકિસ્તાનના નાણામંત્રીએ ઈસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું કે, નવી કિંમતો 15 જૂનના રોજ અડધી રાતથી લાગુ થઈ ગઈ છે. આ વચ્ચે કેરોસીનની કિંમત 29.49 રૂપિયાની વૃદ્ધિ બાદ 211.43 રૂપિયા થશે. લાઈટ ડિઝલની કિંમતમાં 29.16 રૂપિયાની વૃદ્ધિ બાદ 207.47 રૂપિયા થશે. નાણામંત્રી ઈસ્માઈલે જણાવ્યું કે, સરકાર પાસે આતંરરાષ્ટ્રીય કિંમતોની અસર પાકિસ્તાનમાં ગ્રાહકો પર નાખવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાન સરકારે છેલ્લા 20 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 84 રૂપિયા પ્રતિ લીટરથી વધારેની વૃદ્ધિ કરી છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધુ એક વધારાના કારણો વિશે જણાવતા મંત્રીએ કહ્યું કે, પેટ્રોલની આતંરરાષ્ટ્રીય કિંમત 120 ડોલર પ્રતિ લીટર હતી. 

(5:42 pm IST)