Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

યુરોપિયન સ્પેસ એજન્સીએ મંગળ પરના જીવનને લઈને લોકોને આપ્યા એક સારા સમાચાર

નવી દિલ્હી  : મંગળ પર વસાહત સ્થાપવાનુ સ્વપ્ન જોઈ રહેલા પૃથ્વીવાસીઓ માટે એક સારી ખબર યુરોપિયન સ્પેસ એજન્સીએ આપી છે. એજન્સીએ દાવો કર્યો છે કે, મંગળ ગ્રહ પર ગ્રાન્ડ કેનયોન વિસ્તારમાં પાણીનો મોટો જથ્થો મળી આવ્યો છે.પાણીનો વિશાળ ભંડાર જમીન સપાટીથી માત્ર ત્રણ ફૂટ નીચે છે.આ વિસ્તારને વલ્લેસ મરીનર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક વિશાળ ખીણ વિસ્તાર છે જે 3862 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.તેનો આકાર યુરોપિયન દેશ નેધરલેન્ડ જેટલો છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, વલ્લેસ મરીનર્સનો મધ્ય ભાગ પાણીથી છલોછલ છે.આ પાણી અમારી અપેક્ષા કરતા પણ વધારે છે.ધરતી પર જે રીતે કેટલાક વિસ્તારો હંમેશા બરફથી છવાયેલા રહેતા હોય છે તે જ રીતે આ વિસ્તાર પાણીથી છલોછલ રહે છે.આ વિસ્તારમાં નીચા તાપમાનના કારણે પાણી બરફ સ્વરુપે હંમેશા જમીનની નીચે રહે છે. આ પહેલા અંતરીક્ષ એજન્સી નાસાએ પણ 2006માં તસવીરો જાહેર કરીને કહ્યુ હતુ કે, મંગળ પર પાણી હોવાનુ પ્રમાણ મળેલુ છે.1999થી 2001ની વચ્ચે લિકવિડ વોટર મંગળ પર મોજુદ હોવાનુ આ તસવીરોના આધારે સાબિત થયુ હતુ.

(5:47 pm IST)