Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

તિબેટની સરહદ પર ચીને શરૂ કર્યો કેમિકલ સહીત બાયોલોજીકલ વોરફેરનો અભ્યાસ

નવી દિલ્હી: નનાં પીપલ્સ લિબરેશન આર્મીની જોઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તિબેટને સ્પર્શીને રહેલાં લડાખમાં LAC ઉપર ભારત અને ચીન વચ્ચે વધી રહેલી તંગદિલીને લીધે ચીનની આ 'મોક ડ્રીલ' ઘણી મહત્ત્વની ગણવામાં આવે છે. આ યુદ્ધાભ્યાસમાં કમાન્ડોઝ, સશસ્ત્ર દળો અને કેમિકલ વૉર ફેરની તાલિમ લીધેલા સૈનિકો સામેલ હતા. આ સૈનિકો ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) નો એક વિશિષ્ટ વિભાગ રચે છે. આ યુદ્ધાભ્યાસ તિબેટ ક્ષેત્રમાં વેસ્ટર્ન થીએટર કમાન્ડના હાથ નીચે કરવામાં આવી રહ્યો છે.ચીનમાં પાંચ થીયેટર કમાન્ડસ છે. તેમાં આ કમાન્ડ સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો છે. ભારત સાથેની તંગદિલીમાં તેની સૌથી મોટી ભૂમિકા છે. આ કમાન્ડ જ લડાખથી શરૂ કરી અરૂણાચલ પ્રદેશ સુધીની ૩,૪૮૮ કી.મી. લાંબી સરહદે ધ્યાન રાખે છે. આ ડ્રીલ દરમિયાન, કમાન્ડીંગ ઓફીસરે, બાયોલોજિકલ, કેમિકલ અને ન્યુક્લિયર એટેક અંગે પણ ચેતવણી આપી હતી. તે પછી એક બટાલિયન કમાન્ડ લી કુન ફેંગનો એ મોર્ચો સંભાળ્યો હતો. દરેક સૈનિકે ગેસ માસ્ક પહેર્યા હતા. તે કમાન્ડરે, તે વૉર ફેર સામે કઇ રીતે બચવું તે પણ સમજાવ્યું. આ અભ્યાસ દુશ્મની સ્થિતિ, તેના દ્વારા થતા હુમલા, અને તેનો તત્કાળ પ્રતિભાવ કેમ આપવો તે જણાવ્યું હતું. તે સમયના ફોટો પણ મળ્યા છે.

 

 

(5:48 pm IST)