Gujarati News

Gujarati News

News of Monday, 17th October 2022

દુબઈમાં હવેથી એક પીલ્સ જણાવશે તબિયતની પરિસ્થિતિ

નવી દિલ્હી: શું તમે રોબોટીક પિલ્સ વિશે સાંભળ્યું છે? આ એક પ્રકારની ટેકનોલોજી છે. રોબોટીક પિલ્સ પોલીકાર્બોનેટથી બનેલી દવા છે. જેને ગળ્યા બાદ લોકો ઘરેબેઠા આરામથી ડૉક્ટર્સ સાથે વર્ચ્યુઅલ કૉલ કરીને એન્ડોસ્કોપી જેવી તપાસ કરાવી શકે છે. દુબઈ જીટેક્સ ગ્લોબલ 2022માં પહેલીવાર આ ટેકનોલોજી દર્શાવવામાં આવી હતી. સિલિકોન વેલીની કંપની એન્ડિયાટીક્સ દ્વારા આ પિલ બનાવવામાં આવી છે. એન્ડિયાટીક્સના સહ-સંસ્થાપક ટોરે સ્મિથે જણાવ્યું હતું કે જો મને પેટમાં ગડબડ જેવું લાગતું હોય તો તમારા ડૉક્ટર રોબોટીક ગોળી આપશે. તમે પાણી સાથે તેને ગળી શકશો જે પેટની અંદર જઈને સ્થિતિ ડોક્ટરને જણાવશે. રોબોટીક ગોળીની કિંમત અંદાજે 3 હજાર રૂપિયા છે. આ દવા 10થી 15 મિનિટમાં અસર દર્શાવશે. આ દવા કુદરતી રીતે શરીરમાંથી પસાર થશે. સ્મિથનો દાવો છે કે સંશોધન દરમિયાન તેમણે 15 પિલ્સ ગળી હતી. દવાને અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં અપ્રુવલ માટે મોકલવામાં આવી છે.

 

(7:02 pm IST)