Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તીવ્ર ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનના પશ્ચિમી વિસ્તાર બડઘિસમાં સોમવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના ઝાટકાની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત બગઘિસમાં ભૂકંપના ઝાટકાનો અનુભવ થયો હતો અને લાંબા સમય સુધી આંચકા આવતા વ્યાપક જાનહાનિ થઈ છે. લોકો ગભરાઈને તેમના રહેઠાણની બહાર નિકળી ગયા હતા.. ભૂકંપના તીવ્ર ઝાટકાને લીધે અનેક ઘરને નુકસાન થયું છે. જાનહાનીનું પ્રમાણ વધી શકે છે. આ અગાઉ શુક્રવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા હતા. જોકે તે સમયે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. શુક્રવારે આવેલા ભૂકંપ 5.3 માપવામાં આવેલા. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 117 કિમી દક્ષિણપૂર્વમાં હતું. આ ભૂકંપની ભારતમાં જમ્મુ-કાશ્મીર સુધી અસર થઈ હતી.

(4:38 pm IST)