Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

નોર્થ કોરિયાએ ફરીથી બે બેલિસ્ટિક મિસાઈલ છોડી હોવાની માહિતી

નવી દિલ્હી: નોર્થ કોરીયાએ સોમવારે ફરીથી બે બેલિસ્ટિક મિસાઇલ છોડયા હતા. આ મહિનામાં તે ચાર મિસાઇલ લોન્ચ કરી ચૂક્યું છે. સાઉથ કોરિયાના લશ્કરનું કહેવું છે કે તેના આ પ્રકારના પગલાનું ધ્યેય અમેરિકા સાથે સ્થગિત થઈ ગયેલી ડિપ્લોમસીમાં તેની લશ્કરી ક્ષમતા બતાવવાનું છે.

સાઉથ કોરીયાના જોઇન્ટસ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે ઉત્તર કોરીયાએ પ્યોંગયોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્થળેથી સુનાન વિસ્તારમાં બે મિસાઇલ છોડયા હોવાની સંભાવના છે, પરંતુ તે કેટલી દૂર સુધી ગયા તે જાણી શકાયું નથી.

યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે આ મિસાઇલેના લીધે અમેરિકાને વ્યક્તિગત કે પ્રાંતીય ધોરણે અથવા તો તેના સહયોગીઓ માટે તાત્કાલિક ધોરણે ભયજનક નથી, પણ આ પગલું ઉત્તર કોરીયાના ગેરકાયદેસરનો શસ્ત્ર કાર્યક્રમ કેટલા અંશે આની અસર થઈ છે તે દર્શાવે છે.

જાપાનના સંરક્ષણ પ્રધાન નોબુઓ કિશીએ જણાવ્યું હતું કે મિસાઇલ જાપાનના એકસ્લુઝિવ ઇકોનોમિક ઝોનની બહાર પડયુ હતુ અને ચીફ સેક્રેટરી હિરોકાઝુ માત્સુનોએ નોર્થ કોરીયાના આ પગલાંને વખોડી કાઢતા શાંતિ માટે ભયજનક ગણાવ્યું હતું.

 

 

(4:40 pm IST)