Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

અમેરિકાના ન્યુ જર્સીમાં પાણી પીવા જતા બાળકના ગળામાં ફસાયું બોટલનું ઢાંકણું

નવી દિલ્હી: અમેરિકાના ન્યૂ જર્સી શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બોટલથી પાણી પીતા એક વિદ્યાર્થીને જોઈ શકાય છે. પાણી પીતાં પીતાં આ વિદ્યાર્થીના ગળામાં બોટલનું ઢાંકણું ફસાઈ જાય છે, પરંતુ, સદભાગ્યે, ક્લાસમાં હાજર ટીચરે હાઈમલેક મનુવાની પ્રક્રિયા કરી વિદ્યાર્થીનો જીવ બચાવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ સ્ટુડન્ટ દાંત વડે બોટલનું ઢાંકણું ખોલે છે કે અચાનક તેનાં ગળામાં ઢાંકણું ફસાઈ જાય છે. તે દોડીને ટીચર પાસે જાય છે અને તેમને ઈશારામાં સમજાવે છે. આ પછી, ટીચર હાઈમલેક મનુવાની પ્રક્રિયા કરીને આ વિદ્યાર્થીનો જીવ બચાવે છે. જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની તેનું નામ રોબર્ટ છે. રોબર્ટ ઈસ્ટ ઓરેન્જ કોમ્યુનિટી ચાર્ટર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. રોબર્ટે બોટલમાંથી પાણી પીધું કે તરત જ ઢાંકણું ગળામાં ફસાઈ ગયું. પછી રોબર્ટ દોડીને ટીચર પાસે જાય છે. જે પછી ટીચર ઢાંકણું બહાર કાઢે છે.

(6:37 pm IST)