Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

દુનિયામાં સૌથી લાબું જીવનાર વૃદ્ધનુ 112 વર્ષની વયે નિધન

નવી દિલ્હી: દુનિયાના સૌથી ઘરડા વ્યક્તિ અને સ્પેનના નાગરિક સેટર્નિનો ડે લા ફુઅંતે ગાર્સિયાનુ નિધન થયુ છે.તેઓ 112 વર્ષ અને 341 દિવસના હતા. તેઓ 24 દિવસ બાદ પોતાનો 113મો જન્મ દિવસ ઉજવે તે પહેલા તેમણે આખરી શ્વાસ લીધા છે.ગાર્સિયાએ 112 વર્ષ અને 211 દિવસના થયા બાદ સપ્ટેમ્બર,2021માં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નમ નોંધાવ્યુ હતુ. તેમના મોતની વાતને ગિનિઝ બૂકે સમર્તન આપ્યુ છે.પોતાની વેબસાઈટ પર ગિનિઝ બૂકે લખ્યુ છે કે, ગાર્સિયાના મોતની ખબર સાંભળી અમે દુખી થયા છે. તેમને અલ પોપિનોના નામથી પણ ઓળખવામાં આવતા હતા.તેઓ પોતાના પરિવારમાં 22 પૌત્ર અને પૌત્રીઓને છોડીને ગયા છે.તેઓ દર વર્ષે આઠ ફેબ્રુઆરીએ પોતાનો જન્મ દિવસ મનાવતા હતા. ચાર ફૂટ અને 92 ઈંચ લાંબા ગાર્સિયા વ્યવસાયે શૂઝ બનાવવાનુ કામ કરતા હતા.લાંબી વયનુ શ્રેય તેમણે પોતાના શાંત સ્વભાવને અ્ને શાંત જીવનને આપ્યુ હતુ.

(5:44 pm IST)