Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

યુરોપમાં ઓમીક્રોનના કેસ વધતા હોવા છતા પણ શાળાઓ સહીત અન્ય સ્થળો ખુલ્લા રાખવામાં આવ્યા

નવી દિલ્હી: યુરોપમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. અહીં સોમવારે પણ 7.75 લાખ જેટલા કેસ આવ્યા. આમ છતાં, યુરોપના મોટા ભાગના દેશોની સરકારોએ પ્રતિબંધો અને લૉકડાઉન લાગુ કરવાનું ટાળ્યું છે. ફ્રાન્સ સરકારે તો શિક્ષકોના વિરોધ પછી સ્કૂલો બંધ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સ સરકારનું કહેવું છે કે ડબલ ડોઝ પછી તમામ નાગરિકો સારી રીતે સંક્રમણનો મુકાબલો કરી શકે છે. ફ્રાન્સમાં રોજ આશરે એક લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. બ્રિટનમાં પણ મંગળવારે એક આકરો નિર્ણય લેવાયો. બ્રિટનના ડેપ્યુટી પી.એમ. ડોમેનિક રેબે કહ્યું કે બ્રિટનમાં લૉકડાઉન કે વેક્સિન પાસ લાગુ નહીં કરાય. બ્રિટનમાં ભલે રોજ 80 હજાર કેસ આવતા હોય, પરંતુ અમે સુરક્ષિત છીએ. ફ્રેન્ચ પ્રમુખ મેક્રોને વેક્સિન નહીં લેનારાને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. ત્યાર પછી એક જ સપ્તાહમાં વેક્સિન લેનારા લોકોમાં 20 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત અહીં હેલ્થ પાસ પણ ફરજિયાત લાગુ કરી દેવાયો છે. વેક્સિન લગાવનારા લોકોને હેલ્થ પાસ અપાય છે, જેના આધારે તેઓ જાહેર સ્થળોએ છૂટથી હરીફરી શકે છે.

(5:45 pm IST)