Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોરોનાની સારવારના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો:ઇરડા

નવી દિલ્હી: કોરોનાની રસી લીધા બાદ કોઈ આડઅસર જણાય અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો હોસ્પિટલનો ખર્ચ વીમા કંપની આપશે. પ્રકારના નિર્દેશ ભારતીય વીમા નિયમાક તેમજ વિકાસ પ્રાધિકરણ એટલે કે ઈરડાએ આપ્યા છે. ઈરડાએ કહ્યું છે કે સ્વાસ્થ્ય વીમો લીધો હોય તે ગ્રાહકની તબીયત કોરોનાની રસી લીધા બાદ ખરાબ થાય અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો તેની સારવારનો ખર્ચ વીમા કંપ્નીમાં ક્લેમ કરાવી શકાશે. થોડા દિવસો પહેલા સ્વાસ્થ્ય વીમા પોલિસીમાં કોવિડ-19ની સારવારના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં રસીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે તે હજુ પણ પોલિસીથી બાકાત છે.

      સ્વાસ્થ્યકર્મીઓએ વીમા કંપ્નીઓને પુછ્યું હતું કે કોરોનાની રસી લીધા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો સારવારનો ખર્ચ વીમા કંપની ઉઠાવશે કે કેમ. વાતના જવાબમાં ઈરડાએ કહ્યું હતું કે સ્વાસ્થ્ય વીમા પોલિસીના સામાન્ય નિયમ તેમજ શરતોના નિર્દેશાનુસાર ગ્રાહક ક્લેમ કરી શકે છે.

(5:24 pm IST)