Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઓએમજી.....આ દેશમાં 1 જીબી ડેટા માટે પણ ચૂકવવા પડે છે આટલા રૂપિયા

નવી દિલ્હી: ભારતમાં એક સમયે મોબાઇલ ડેટા દર ખૂબજ મોંઘા હતા પરંતુ ૨૦૧૬ પછી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધવાથી ડેટાની કિંમત ખૂબજ ઘટી ગઇ છે. ડેટા દર ઘટયા પછી દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. છેવાડાના માનવી સુધી ડિજીટલ સેવા પહોંચી ગઇ છે. ભારતમાં ડેટાની કિંમત ૦.૧૭ ડોલર (૧૪.૦૩ રુપિયા) જે દુનિયામાં સૌથી સસ્તી માનવામાં આવે છે. આંકડા મુજબ ભારત કરતા પણ સસ્તા ડેટા ઇઝરાયલ અને ઇટાલીમાં છે. ઇઝરાયલમાં ૦.૦૪ ડોલર જયારે ઇટાલીમાં ૦.૧૨ ડોલર છે.  પાડોશી દેશ પાકિસ્તાનમાં ડેટાની કિંમત ભારત કરતા લગભગ બમણી છે.
બાંગ્લાદેશમાં ૧ જીબી મોબાઇલ ડેટાની કિંમત ૦.૩૨ ડોલર એટલે અંદાજે ૨૬ રુપિયા જેટલી છે. ચીનમાં એક જીબી ડેટાની કિંમત પ્રતિ જીબી ૦.૪૧ ડોલર એટલે કે લગભગ ૩ ગણી છે. યુરોપના દેશ ફ્રાંસની વાત કરીએ તો ૧ જીબી ડેટાની કિંમત ૦.૨૩ ડોલર છે. જયારે દક્ષિણ અમેરિકી દેશ ઉરુગ્વેમાં એક જીબી ડેટા માટે ૦.૨૭ ડોલર આપવા પડે છે. તુર્કી, ડેનમાર્ક, મલેશિયા, ઇન્ડોનેશિયા, રશિયા, કોલંબિયા, ઓસ્ટ્રેલિયા,  સ્પેન, નાઇજીરિયા, બ્રાઝીલ, યુકે અને ઓસ્ટ્રીયામાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત એક ડોલર કરતા ઓછી છે. આઇસલેન્ડ, એસ્ટોનિયા, આર્જન્ટિના,સાઉદી અરબ, સ્વીડન અને નેધરલેન્ડમાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત એક થી બે ડોલરની વચ્ચે છે. સાઉથ આફ્રિકા, વેનેઝુએલા, જર્મની અને મેકસિકોમાં એક જીબી ડેટાની કિંમત બે થી ત્રણ ડોલર જેટલા ખર્ચવા પડે છે. દુનિયાના એવા પણ દેશો છે જયાં એક જીબી ડેટાની કિંમત સૌથી વધારે છે. ફોકલેન્ડ અને આઇસલેંડમાં એક  જીબી મોબાઇલ ડેટાની કિૅમત ૩૮.૪૫ ડોલર છે જેની ભારતીય રુપિયામાં કિંમત ૩૧૭૨ રુપિયા જેટલી થાય છે. આ કિંમત દુનિયામાં સૌથી વધારે છે. દક્ષિણ કોરિયામાં ૧૨.૫૫ ડોલર, સ્વીત્ઝર્લેન્ડમાં ૭.૩૭ ડોલર, ફિનલેન્ડમાં ૬.૦૧ ડોલર, કનેડામાં ૪.૯૪ ડોલર અને જાપાનમાં ૩.૮૫ ડોલરમાં ૧ જીબી મોબાઇલ ડેટા મળે છે.

 

(6:32 pm IST)