Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વિશ્વમાં સૌથી વૃધ્ધ પુરૂષ સેટર્નિનોનું ૧૧૨ વર્ષની ઉંમરે નિધન

લંડન તા. ૨૦ : વિશ્વના સૌથી વૃદ્ઘ પુરૂષ સ્પેનના સેટર્નિનો ડે લા ફુએન્ટે ગાર્સિયાનું મંગળવારે ૧૧૨ વર્ષની વયે અવસાન થયું. તેમણે કુલ ૧૧૨ વર્ષ ૩૪૧ દિવસનું જીવન જીવ્યું, તે આવતા જ મહિનામાં ૧૧૩ વર્ષનો થવાના હતા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમની ઉંમરની પુષ્ટિ કરવામાં આવી હતી.

સેટારિનોના મૃત્યુની પુષ્ટિ તેના ચિકિત્સકે કરી હતી. મૃત્યુ પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું. તેમનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૦૯ના રોજ પોન્ટે કાસ્ટ્રો, લિયોનમાં થયો હતો. ૨૪ વર્ષની ઉંમરે તેણે એન્ટોનીના બેરીયો ગુટેરેઝ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ સાત દીકરીઓને જન્મ આપ્યો, જેમાંથી તેમને ૧૪ પૌત્રો અને ૨૨ પૌત્ર-પૌત્રો હતા.સેટર્નિનોએ શાંતિપૂર્ણ જીવન માટે તેમના દીર્ધાયુષ્યનું રહસ્ય કહ્યું. ૧૯૧૮ માં, તેણે સ્પેનિશ ફલૂને પણ હરાવ્યો, એક રોગચાળો જેણે વિશ્વમાં ૫૦ મિલિયન લોકો માર્યા.

વેનેઝુએલાના જુઆન વિન્સેન્ટ પેરેઝ મોરા હવે સેટર્નિનોના મૃત્યુ બાદ સૌથી વૃદ્ઘ વ્યકિત બની ગયા છે. તેમનો જન્મ ૨૭ મે ૧૯૦૯ના રોજ થયો હતો. સૌથી વૃદ્ઘ જીવિત વ્યકિત હાલમાં જાપાની મહિલા કેન તનાકા છે. ૨ જાન્યુઆરી, ૧૯૦૩ના રોજ જન્મેલી તનાકાએ તેમવિનો ૧૧૯મા જન્મદિવસ બે અઠવાડિયા પહેલા ઉજવ્યો હતો.

આ યાદીમાં ૧૦ સૌથી વૃદ્ઘ જીવંત વ્યકિતઓ તમામ મહિલાઓ છે. તમામની ઉંમર ૧૧૪ વર્ષથી વધુ છે. જેમાંથી ત્રણ મહિલા જાપાનની, બે બ્રાઝિલની અને એક-એક ફ્રાન્સ, પોલેન્ડ, યુએસ, સ્પેન અને આર્જેન્ટીનાની છે.

(10:01 am IST)