Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ચીને વિકસાવી 600કી.મી. પ્રતિકલાકની ઝડપે દોડતી મેગવેલ ટ્રેન

નવી દિલ્હી: ચીનએ મંગળવારે પોતાની હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેન શરૂ કરી હતી. તેની મહતમ સ્પીડ પ્રતિ કલાક 600 કિ.મી.ની છે. ટ્રેન જમીન પર સૌથી વધુ ઝડપી દોડનારું વાહન છે. નવી મેગ્લેવ પરિવહન પ્રણાલીની શરૂઆત કિંગદાઓ શહેરમાં થઇ હતી. ટ્ર્રેન ચીને પોતાની ટેકનોલોજીથી વિકસીત કરી છે. હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેનનો પ્રોજેકટ ઓકટોબર 2016માં શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં 10 કોચ લગાવવામાં આવી શકે છે અને દરેક ડબ્બામાં 100 મુસાફરો બેસી શકે છેે. 1,500 કિ.મી.ની અંદર મુસાફરીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ટ્રેન છે.અને માત્ર 20 મીનીટમાં હોંગઝોઉ શહેરથી શંધાઇ પહોંચી શકશે. ટ્રેનની ખાસીયત છે કે, મેગ્લેવ રેલ્વે વ્હીલ્સ પરંપરાગત ટ્રેનોની જેેમ રેલ્વે ટ્ર્રેનના સંપર્કમાં આવતી નથી. મેગ્લેવ ટ્રેન વિદ્યુત ચુંબકીય બલના ઉપયોગની સાથે શરીર અને રેલ વચ્ચેનો કોઇપણ સંપર્ક વિના ટ્રેકની ઉપર ઉભી થાય છે. મેગ્લેવ તકનીકની મદદગથી ટ્રેન ચુંબકના માર્ગદર્શિકા સાથે પ્રવાસ કરે છે. જે ચુંબકની સ્થિરતા અને ગતિને નિયંત્રણ કરે છે.

 

(7:02 pm IST)