Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમેરિકામાં અમીબાનો પગ પ્રેસારો:મગજ પર ઘાતક હુમલો કરે છે લોકો પર

નવી દિલ્હી: હજુ અમેરિકા કોરોના વાઈરસની ચુંગાલમાંથી નથી ઘટયું ત્યાં અમેરિકામાં ઘાતક જીવાણુ અમીબા ફેલાઈ રહ્યું છે, જે મગજ પર ઘાતક હુમલો કરીને તેનો કોળી કરી જાય છે.મગજને ખાતુ આ અમીબા ઝડપથી અમેરિકાના ઉતરી રાજયોમાં ફેલાવવા શરૂ થઈ ગયો છે આ નેગલેરિયા ફાઉલરલી અમીબા જીવાણુ સામાન્ય રીતે પાણી, માટી, ગરમ તળાવો, નદીઓ અને ગરમ જલધારાઓમાં જોવા મળે છે. આ જીવાણુ દક્ષિણી રાજયોથી થઈને અમેરિકાના ઉતરી રાજયોમાં ફેલાઈ રહ્યું છે. આ જીવાણુના 6 કેસ મિનેસાંટા, કંસાસ અને ઈન્ડિયાનામાંથી મળ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે કોઈ વ્યક્તિ આ દૂષિત પાણી પીવા માત્રથી અમીબા, નેગલેરિયા ફાઉલરબીથી સંક્રમીત નથી થતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મગજને ખાતુ આ જીવાણુ સામાન્ય રીતે માટી, ગરમ તળાવ, નદીઓ અને ગરમ ધોધમાં મળે છે.

(6:12 pm IST)