Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

વિશ્વમાં કોરોના સંક્રમણના કારણોસર વળતર રૂપે ઇટલીમાં 100 મિલિયન યુરોનો દાવો

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણના કારણે જે દેશોમાં સૌથી વધુ લોકો પોઝીટીવ બન્યા અને મૃત્યુઆંક પણ ઉંચો ગયો તેવા રાષ્ટ્રોમાં ઈટલીનો સમાવેશ થતો હતો અને ફરી એક વખત ઈટલીના કોરોના સંક્રમણના કેસો તથા મૃત્યુઆંક મળવા લાગ્યા છે એ સમયે વાયરસને દેશમાં પ્રવેશતા રોકવામાં સરકારની નિષ્ફળતા બદલ કોરોના વાયરસના મૃતકોના 500 જેટલા કુટુંબીજનોએ દેશની સરકાર પર 100 મિલિયન યુરોનો વળતર દાવો ઠોકી દીધો છે. 'વી વીલ ડીનાઉન્સ' ના નામે રચાયેલા આ ગ્રુપે દેશના કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતમાં આ પ્રકારની 300 ફરિયાદો દાખલ કરી દીધી છે. આ દાવામાં દેશના વડાપ્રધાન આરોગ્ય મંત્રી તથા પ્રાંતના ગવર્નરને જવાબદાર ગણાવાયા છે. જેમાં દેશની તથા પ્રાંતની સરકારે કોરોના ના સંક્રમણને રોકવા માટે પ્રારંભમાં ગંભીર કાર્યવાહી કરી નહી. જેમાં કોરોનાના કેસ નોંધાયા બાદ હોસ્પીટલોને સીલ કરીને પછી ફરી ખોલવાનો નિર્ણય કેટલો વ્યાજબી હતો તે પ્રશ્ર્ન છે તથા ચાઈનામાં વાયરસના ફેલાવા છતાં જે રીતે ચાઈના સાથેના વિમાન વ્યવહાર યથાવત રખાયા વિ. મુદાઓ સમાવાયા છે.

(6:14 pm IST)