Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાઉદી અરેબિયામાં હાયજીનની કથળેલી સ્થિતિ દેશની શાખાને અસર કરી રહી છે અસર

નવી દિલ્હી: ગુજરાતીમાં એક કહેવત છે કે કાગડા બધે કાળાં હોય છે. ભારતમાં છાશવારે બાથરૂમ કે ટોઈલેટમાં ખાવાનું બનતું હોય તેવા અનેક કિસ્સા બહાર આવતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ તેના ઉચ્ચ સ્ટાન્ડર્ડને કારણે ઓળખાતા સાઉદી અરેબિયામાં પણ હાયજિનની કથળેલી સ્થિતિ દેશની શાખને અસર કરી રહી છે.ફરી સાઉદી અરેબિયામાંથી એક રેસ્ટોરન્ટ ઝડપાઈ છે જેમાં ટોઈલેટમાં સમોસા સહિતનો નાસ્તો બનતો હતો. ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા 30 વર્ષથી આ રેસ્ટોરન્ટના ટોઈલેટમાં નાસ્તો બની રહ્યો છે.અહેવાલ અનુસાર કિંગ્ડમ ઓફ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં એક રેસ્ટોરન્ટ 30 વર્ષથી ટોયલેટમાં સમોસા અને અન્ય નાસ્તો બનાવે છે. જેદ્દાહ નગરપાલિકાએ રહેણાંક મકાનમાં એક રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની માહિતી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો. રેસ્ટોરન્ટ વોશરૂમમાં નાસ્તો અને ભોજન બનાવતી હતી. અંતે સત્તાધીશોએ રેસ્ટોરન્ટ બંધ કરી દીધી છે. આ સિવાય મ્યુનિસિપાલિટીના અધિકારીઓએ જોયું કે જેદ્દાહની આ રેસ્ટોરન્ટમાં બે વર્ષ જુના માંસ અને ચીઝનો ઉપયોગ થતો હતો. તાત્કાલિક ધોરણે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્યું કે 30 વર્ષથી ચાલી રહેલી આ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસે કોઈ હેલ્થ કાર્ડ નથી અને તેઓ અહીં સ્પષ્ટપણે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. 

(7:55 pm IST)