Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સૌથી ઝડપથી મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્‍યો આ ટીનેજરે

૩૦ સેકન્‍ડમાં ૨૨ મોજાં પહેરવાનો રેકૉર્ડ કર્યો

ટોરેનટો, તા.૨૬: કૅનેડાના અલ્‍બેર્ટા પ્રાંતના કેલ્‍ગરી શહેરમાં રહેતી સ્‍પર્ધાત્‍મક સ્‍વિમર ૧૪ વર્ષની કૅરોલિના ક્રુસે ૧૬ વર્ષથી નીચેની વયના સ્‍પર્ધકોમાં ૩૦ સેકન્‍ડમાં પગમાં સૌથી વધુ મોજાં પહેરવાનો ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ બનાવ્‍યો છે. ભારતના આરીફ ઇબ્‍ન અબ્‍દુલ હાલીમે મે મહિનામાં પગમાં ૧૯ મોજાં પહેરવાનો રેકૉર્ડ બનાવ્‍યો હતો, જેની સામે કૅરોલિના ક્રુસે ૨૭ ઑગસ્‍ટે ૩૦ સેકન્‍ડમાં ૨૨ મોજાં પહેરવાનો રેકૉર્ડ કર્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવા બાબતે કૅરોલિનાનું કહેવું છે કે આ માટે તમારે પોતાનું ધ્‍યાન માત્ર મોજા પર રાખીને એક પછી એક મોજાં પહેરવા મંડી પડવાનું હોય છે. આમાં સૌથી રાહતની બાબત એ છે કે તમે રેકૉર્ડ માટે એક જ પગમાં મોજાં પહેરી શકો છો. રેકૉર્ડ હાંસલ કરવા માટે સૌ-થમ તો યોગ્‍ય મોજાં શોધવાં જરૂરી છે, જે પગની પિંડીથી ઉપર પહોંચતાં હોય. જોકે કૅરોલિનાએ પહેલા જ પ્રયાસમાં રેકૉર્ડ બનાવ્‍યો છે.

ગિનેસના પ્રવક્‍તા જણાવે છે કે અરજીઓ નિઃશુલ્‍ક છે અને એક વાર સ્‍વીકારવામાં આવે ત્‍યાર બાદ તેઓ દાવેદારોને તેમની શ્રેણી માટે માર્ગદર્શિકાનો સમૂહ અને રેકૉર્ડની ચકાસણી માટે જરૂરી પુરાવાની યાદી મોકલે છે. તેઓ દર અઠવાડિયે હજારો અરજી મેળવે છે.

(4:47 pm IST)