Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

૧૦ વર્ષના બાળકનું ૨૦૦ કિલો વજન

બાથરૂમની જગ્યાએ તળાવમાં ન્હાવા મજબૂર

જાકાર્તા,તા. ૨૭: વજન વધવું એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વધતી ઉંમર સાથે લગભગ દરેક વ્યકિત તેનો શિકાર બને છે. પરંતુ વિચારો કે જો બાળક નાની ઉંમરમાં ભારે વજનનો શિકાર થઈ જાય તો તેના માટે અનેક સમસ્યાઓ સર્જાય છે. આમ તો બાળકોનું શરીર થોડું જાડું હોય તો તેને કયૂટ કહેવાય. પરંતુ જો આ વજન મર્યાદા કરતા વધી જાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે જયાં એક નાનું બાળક પોતાના વજનના કારણે ચર્ચામાં છે.

ઇન્ડોનેશિયાના પશ્યિમ જાવાના એક નાનકડા ગામડાના એક કિશોર ૫ વર્ષ પહેલાં ચર્ચામાં આવ્યો હતો, જયારે તેનું વજન ૯ વર્ષની ઉંમરે ૨૮૦ પાઉન્ડ (૧૨૭ કિલો) કરતાં વધુ હતું. આર્ય પરમાના નામના આ બાળકે ૧૪ વર્ષની ઉંમરે અતુલ્ય ૩૦ની યાદીમાં હવે ૧૩માં સ્થાન મેળવ્યું છે. અત્યારે આ કિશોરનું વજન ૮૨ કિલો છે. તમને જણાવી દઈએ કે આ કિશોરના વધતા વજનને કારણે ૧૧ વર્ષની ઉંમરે તે આ જ લિસ્ટમાં ત્રીજા સ્થાને હતો. તે સમયે તેનું વજન ૧૯૧ કિલો હતું.

અહેવાલ મુજબ, પહેલા તે એટલો જાડો હતો કે તે બહાર તળાવમાં સ્નાન કરતો હતો કારણ કે તે શાવરમાં પોતાને ધોઈ શકતો ન હતો. આર્યનું શરીર એવું હતું કે થોડા ડગલાં ચાલે તો શ્વાસ લેવા ચઢી જાય. તેથી જ તે શાળાએ જઈ શકયો ન હતો. કિશોરના પરિવારજનોને એવા કપડા નહોતા મળ્યા જે તેના શરીરને ઢાંકી શકે. તે આ દરમિયાન દિવસભર જંક ફૂડ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાતો હતો, જેના કારણે તેના શરીરનો આકાર આવો થઈ ગયો હતો.

(10:01 am IST)