Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બે દિવસની ઉજવણી બાદ બ્રિટનમાં રોજ સવા લાખ કેસની આશંકા

નવી દિલ્હી: બ્રિટનમાં ક્રિસમસ અને બોક્સિંગ ડેની રજાઓને કારણે ડેટા બ્લેક આઉટ ચાલી રહ્યું છે. એવામાં સોમવારે જ કોરોના સંક્રમણના આંકડા આવી શકશે પણ બ્રિટનમાં સોશિયલ મીડિયા પર લોકો પોતના ક્રિસમસ દરમિયાન કોરોના પોઝિટિવ થયાના રિપોર્ટ પોસ્ટ કરી રહ્યા છે. ઓએનએસના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ છે કે હવે બ્રિટનમાં રોજ સવા લાખથી વધુ કોરોના સંક્રમિતોનો આંકડો મળવાની આશંકા છે. બ્રિટનમાં શુક્રવારે આવેલા છેલ્લા સરકારી આંકડા અનુસાર 1,22,186 કેસ મળ્યા હતા. ઓનએનએસ અનુસાર લંડનમાં દર 10માંથી 1 વ્યક્તિ કોરોના સંક્રમિત છે. એવામાં ક્રિસમસ બાદ આ આંકડો વધવાની આશંકા છે. આવનારા સપ્તાહમાં લાખો લંડનવાસીઓએ આઈસોલેશનમાં રહેવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોના સંક્રમિતના કોન્ટેક્ટમાં આવેલા લોકોના પણ સપ્તાહ સુધી કોરોના ટેસ્ટ થાય છે. આ દરમિયાન સોમવારે વડાપ્રધાન બોરિસ જોનસન ન્યૂ યર માટે નવા પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે.

 

(7:59 pm IST)