Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સિંગાપુરમાં હવે માત્ર ફૂંક મારીને જાણી શકાશે કોરોના છે કે નહીં....

નવી દિલ્હી: કોરોના વાયરસ ટેસ્ટિંગને (Covid-19 Testing) સરળ બનાવવાના પ્રયત્ન વચ્ચે સિંગાપુરમાં (Singapore) 1 મિનિટમાં શ્વાસ દ્વારા કોવિડ-19 ની જાણકારી મળતા ઉપકરણને ઇમરજનસી ઉપયોગની મંજૂરી મળી છે. આ ઇક્વિપમેનટનું નામ બ્રેફેન્સ ગો કોવિડ-19 બ્રેથ ટેસ્ટ સિસ્ટમ છે. જેને નેશનલ યૂનિવર્સિટી ઓફ સિંગાપુરે (NUS) ભારતમાં જન્મેલા એક પ્રોફેસરની મદદથી વિક્સિત કર્યું છે. આ ઉપકરણનો NUS ની બ્રેથોનિક્સ (Breathonix) કંપનીએ વિકસિત કર્યું છે અને અહીં શ્વાસથી કોવિડ 19 ની તપાસ કરવા માટે મંજૂરી મેળવનાર પ્રથમ ઉપકરણ છે. કંપનીએ આ અઠવાડિયે નિવેદન જાહેર કર્યું છે કે, બ્રેથોનિક્સ હવે સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે મળીને કામ કરી રહ્યું છે, તે ટ્યૂસ ચેકપોઈન્ટ પર તેમની ટેક્નોલોજીના ડેવલપમેન્ટ ટ્રાયલ કરવા પર ફોક્સ કરી રહ્યા છે, જ્યાં આવનારા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. યાત્રીઓને હવે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવશે.

 

(5:59 pm IST)