Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

નાઇજીરિયામાં એક નાવડી નદીમાં ડૂબી જતા 160 લોકોના મોતની આશંકા

નવી દિલ્હી: નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી નાવ નિજેર નદીમાં ડુબી જતાં ૧૬૦ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી નાવ ડુબતાં બચાવ કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતુ કે, નાવમાં ૧૮૦ લોકો સવાર હતા, જેમાંથી ચારના મોત નીપજ્યા છે અને ૧૫૬ની શોધખોળ ચાલુ છે. જ્યારે ૨૦ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.

નેશનલ ઈન્લેન્ડ વોટરવે ઓથોરિટીના સ્થાનિક મેનેજર યુસુફ બિરમાએ જણાવ્યું કે, ક્ષમતા કરતાં વધુ લોકોને નાવ પર બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હોય તેવી શક્યતા છે. અમે યુદ્ધના ધોરણે લાપત્તા લોકોની શોધખોળ કરી રહ્યા છીએ. નાઈજીરિયાના પ્રમુખ મુહમ્મદ બુહારીએ કહ્યું કે, અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ છે. હું અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો તરફ સહાનુભૂતિ વ્યક્ત કરૃ છું.

(6:01 pm IST)