Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

ઇંડોનેશિયામાં દરિયાના પેટાળમાં જોવા મળતા વંદાનું કદ 33થી 50સેન્ટિમીટરની વચ્ચે જોવા મળ્યો : સંશોધન

નવી દિલ્હી:ઇન્ડોનેશિયામાં દરિયાના પેટાળમાં 950 મીટર કરતાં પણ વધુ ઊંડે મળતાં 'વંદા'નું કદ 33થી 50 સેન્ટિમીટરની વચ્ચે હોય છે.ઇન્ડોનેશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને દરિયાના પેટાળમાં રહેતા વિશાળકાય ક્રસ્ટેશિયંસ પૈકી એક મળ્યા છે, જે મોટા કૉક્રોચ જેવા દેખાય છે.

જીવ જીનસ બૅથિનોમસ પ્રજાતિનો છે, જે ઊંડા દરિયામાં નિવાસ કરે છે તથા તે લાકડાના પટ્ટા જેવા સપાટ અને મજબૂત હોય છે.

               બૅથિનોમસ રાકાસા (ઇન્ડોનેશિયાની ભાષામાં 'વિશાળ') સુંડાની ખાડીમાં મળી આવ્યા છે, જે ઇન્ડોનેશિયાના જાવા તથા સુમાત્ર ટાપુની વચ્ચે આવેલી છે.પ્રકારના જીવ હિંદ મહાસાગરમાં 957 મીટર તથા 1259 જેટલી ઊંડાઈએ જોવા મળ્યા છે.સામાન્ય રીતે 33 સેન્ટિમીટરના સુધીના જીવોને 'સુપરજાયન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી અમુક જીવોનું કદ 50 સેન્ટિમીટર જેટલું હોય છે.

(6:30 pm IST)