Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વિયેતનામમાં વરસાદમાં પીળી માટી ભળતા ઝરણાં બની ગયા સોનેરી

નવી દિલ્હી: ચીન અને વિયેતનામ સરહદે બે ઝરણાં આજકાલ સોનેરી આભાથી ચમકી રહ્યા છે. તેનું કારણ છે ચીનના ગ્વાંગઝી પ્રાંતમાં પડી રહેલો ભારે વરસાદ. આ વરસાદમાં ભારે પ્રમાણમાં પીળી માટી વહીને આવે છે. આ માટીના કારણે બપોરે સૂરજના કિરણોથી આવો નજારો સર્જાય છે, જેનાથી લાગે છે કે બંને ઝરણાં સોનેરી થઈ ગયા છે. આ ઝરણાંને ડેટિન બેન જિઓક કહે છે. આશરે 98 ફૂટની ઊંચાઈથી આ બંને ઝરણાંં પડે છે. આ બંને ઝરણાંં એશિયામાં બે દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે વહેતા મોટા ઝરણાંંઓમાં સામેલ છે. હકીકતમાં આ બંને ઝરણાંં ચીન અને વિયેતનામની કૃષિ જમીન માટે સિંચાઈનો પણ મોટો સ્રોત છે. વિયેતનામમાં ચોખાની મોટા ભાગની ખેતીને અહીંથી જ પાણી મળે છે.

 

(6:39 pm IST)