Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અમેરિકાની કોલેજમાં આ વર્ષે 6 લાખથી વધારે એડમિશન થયા ઓછા:સ્ટુડન્ટ લોને વધારી લોકોની ચિંતા

નવી દિલ્હી: અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં ઘટાડા વચ્ચે કોલેજ ડિગ્રીની ઉપયોગિતા સામે સવાલ ઉઠવા લાગ્યા છે. કોરોના વાઈરસથી પ્રભાવિત થયેલું ઉચ્ચ શિક્ષણ હજુ સુધી સ્થિર થઈ શક્યું નથી. નેશનલ સ્ટુડન્ટ ક્લીયરિંગ હાઉસ રિસર્ચ સેન્ટરના તાજેતરના આંકડા જણાવે છે કે, 2022માં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 6 લાખ 61 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. એટલે કે, આ વખતે ગયા વર્ષની તુલનામાં પ્રવેશમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે. મહામારી વચ્ચે ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ કોર્સમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ સારો રહ્યો હતો. જોકે, તેમાં પણ ગયા વર્ષથી ઘટાડો નોંધાયો છે. સેન્ટરના ડિરેક્ટર ડગ શોપિરોનું કહેવું છે કે, ઘટાડાના આંકડા વિદ્યાર્થીઓના વલણમાં પરિવર્તનના સંકેત આપે છે. વિદ્યાર્થીઓ વિચારવા લાગે છે કે, શું કોલેજની ડિગ્રીથી સારા વેતનની નોકરી અને મધ્યમ વર્ગની ટિકિટ મળી જશે. હકીકતમાં મોટી સ્ટુડન્ટ લોન અને અભ્યાસના ખર્ચે ચિંતા વધારી છે. જોકે, ફર્સ્ટ યરમાં એડમિશનની સ્થિતિ અગાઉ કરતાં સુધરી છે.

 

(6:40 pm IST)