Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

બ્રિટનની એક કંપનીએ લોકો વચ્ચે ખુબજ વિચિત્ર પ્રકારની ઓફર કરી રજૂ

નવી દિલ્હી: બ્રિટનની એક કંપનીએ લોકો વચ્ચે ખૂબ જ વિચિત્ર પ્રકારની ઓફર રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી બર્મુડા ટ્રાએંગલમાં અનેક વિમાનો અને જહાજો ગૂમ થયા છે. પણ અમે જે ક્રૂઝ તૈયાર કર્યું છે તે બર્મુડા ટ્રાએંગલથી પરત આવવાની ખાતરી આપે છે. કંપનીનું કહેવું છે કે-જો ક્રૂઝ બર્મુડા ટ્રાયેન્ગલથી પરત નહીં આવે તો અમે યાત્રીઓને તમામ પૈસાનું રિફંડ કરી દેશું. બર્મુડા ટ્રાએંગલ એટલાન્ટિક મહાસાગરમાં 5 લાખ સ્ક્વેર કિલોમીટરનો એક વિશાળ હિસ્સો છે. આ ટ્રાયેન્ગલ શેપમાં છે. છેલ્લા 100 વર્ષમાં અહીં 75 એરોપ્લેન અને 100થી વધારે નાનાં-મોટાં સમુદ્રી જહાજો ગુમ થઈ ચૂક્યાં છે. આ ઘટનામાં એક હજારથી પણ વધારે લોકોએ જીવ ગુમાવી દીધો છે. જેથી તેને ડેવિલ (રાક્ષસ) ટ્રાયેન્ગલ નામથી પણ ઓળખવામાં આવે છે. નોર્વેજિયન પ્રાઈમા તરફથી યાત્રા માટે લોકોને રૂપિયા 1.5 લાખ આપવાના રહેશે. આ પેકેજમાં એક વ્યક્તિ પાંચ દિવસ અને પાંચ રાત્રીની સફર કરીને સૌથી ખતરનાક અને બદનામ બર્મુડા ટ્રાયેન્ગલ પર પહોંચી જશે. કંપનીનું કહેવું છે કે લોકોએ ચિંતામુક્ત થઈ આ ક્રૂઝ પર યાત્રા કરવી જોઈએ, કારણ કે આ ક્રૂઝ પરત ફરવાની 100 ટકા ખાતરી છે.

 

(6:41 pm IST)