Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

અમેરિકાના લોસ એન્જલન્સમાં ૩૭ વર્ષીય ટ્રાન્સજેન્ડરે બાળકને જન્મ આપ્યો

મહિલા જ જન્મ આપે તેવું નહી હો! ટ્રાન્સજેન્ડેરે આપ્યો છોકરાને જન્મઃ નર્સ પર ભડકતા કહ્યું, ડેડ છું, મોમ નહીં

ન્યુયોર્ક, તા.૩૦: દુનિયામાં અમેરિકામાં જ એક એવો દેશ છે જયાં અકલ્પનીય ઘટનાઓ બનવી નવાઈકારક નથી. અમેરિકામાં અવારનવાર ન માની શકાય તેવી ઘટનાઓ બનતી હોય છે અને તેની આખી દુનિયામાં ચર્ચા ચાલતી હોય છે.

અમેરિકાના લોસ એન્જલસમાં ઓકટોબર ૨૦૨૧ માં ૩૭ વર્ષીય ટ્રાન્સજેન્ડર બેનેટ કાસપર વિલિયમ્સે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે જોકે સિઝેરિયન ઓપરેશન કરીને છોકરાનો જન્મ કરાવવામાં આવ્યો હતો. ટ્રાન્સજેન્ડર બેનેટ કાસપર વિલિયમ્સ અને તેનો પતિ મલિક છોકરાનો જન્મ થતા ખુશખુશાલ છે.

હોસ્પિટલમાં નર્સે જયારે કહ્યું કે તમે મોમ (મધર) બન્યાં છો ત્યારે  ટ્રાન્સજેન્ડર  વિલિયમ્સ ગુસ્સે ભરાઈ ગયો હતો અને નર્સની ઝાટકણી કાઢતા કહ્યું કે હું મોમ નથી અને ડેડ છું. બાળકને જન્મ આપ્યો હોવા છતાં પણ વિલિયમ્સ બાળકના પિતા તરીકે ઓળખવા ઈચ્છુક છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૧ માં વિલિયમ્સને ખબર પડી હતી કે તે ટ્રાન્સજેન્ડર છે અને ૨૦૧૪ માં તેનામાં ફેરફારો આવ્યાં હતા. વિલિયમ્સે તેના શરીરના ઉપરના ભાગમાં ૫,૦૦૦ ડોલરના ખર્ચે સર્જરી કરાવી હતી જોકે તેના નીચેના ભાગને યથાવત રાખ્યા હતા એટલે કે તેનામાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

૨૦૧૭ માં વિલિયમ્સ મલિકના સંપર્કમાં આવ્યો હતો અને બે વર્ષના સંબંધ બાદ બન્નેએ ૨૦૧૯માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બન્નેએ બાળકનો પ્લાન કર્યો હતો અને કઈ રીતે બાળકને લાવવું તેની તજવીજમાં પડ્યાં હતા. ત્યાર બાદ વિલિયમ્સે ટેસ્ટેસ્ટોરન હોર્મોન લેવાનું બંધ કરી દીધું હતું જે પછી તેના અંડાશય (ઓવરી)નો વિકાસ થયો હતો, શરીરના ઉપરના ભાગમાં ઓપરેશન કરાવ્યા બાદ વિલિયમ્સને લાગ્યું હતું કે હવે તે બાળકને પેદા કરવા માટે સક્ષમ છે. ત્યાર બાદ મલિક સાથેના સંબંધને કારણે વિલિયમ્સ પ્રેગનન્ટ થયો હતો અને સીઝેરીયન ઓપરેશન દ્વારા તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. પોતાની આખી પ્રેગનન્સીમાં વિલિયમ્સને સૌથી વધારે આકરી એક વાત એ લાગી કે નર્સ અને ડોકટરો તેને મોમ કહીને સંબોધતા હતા પરંતુ હકીકતમાં તે બાળકનો પિતા છે.

(10:06 am IST)